Psalms 70

1હે ઈશ્વર, મારો બચાવ કરો!
હે યહોવાહ, ઉતાવળ કરીને મને સહાય કરો.
2જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે,
તેઓ નિરાશ થાઓ અને આકુળવ્યાકુળ થઈ જાઓ;
જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે,
તેઓ પાછા પડો અને અપમાનિત થાઓ.
3જેઓ કહે છે કે, “આહા, આહા,”
તેઓ પોતાના અપમાનને કારણે પાછા હઠો.

4તમારા શોધાનારાઓ હરખાઓ અને તમારામાં આનંદ કરો;

જેઓ તમારા દ્વારા મળતા ઉદ્ધાર પર પ્રેમ કરે છે તેઓ પોકારીને કહો કે,
“ઈશ્વર મોટા મનાઓ.”
પણ હું તો દીન તથા દરિદ્રી છું;
હે ઈશ્વર, મારી પાસે ઉતાવળથી આવો;
તમે મારા સહાયકારી તથા મને છોડાવનાર છો.
હે યહોવાહ, વિલંબ ન કરો.
5

Copyright information for GujULB